નવી દિલ્હી:  ગાઝિયાબાદ (Ghaziabad) ના લોની વિસ્તારમાં શોર્ટ સર્કિટ (Short Circuit) ના કારણે લાગેલી આગમાં 6 લોકોના મોત થયા. મૃતકોમાં 5 બાળકો સામેલ છે. પ્રાથમિક જાણકારી મુજબ રૂમમાં રાખેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આ આગ સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ. જેના કારણે ઘરમાં સૂઈ રહેલા 5 બાળકો સહિત 6 લોકોના મોત થયાં. આ લોકોના મોત આગ લાગવાથી થયા કે પછી દમ ઘૂટી જવાથી તે અંગેની માહિતી હજુ મળી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ગઝવા એ હિન્દની સાથે રાહુલ જવા માંગે છે'


આ ઘટના ગાઝિયાબાદના લોની બોર્ડર વિસ્તારમાં ઘટી. લોનીના બેહટા હાજીપુર મૌલાના આઝાદ કોલોનીમાં લાગેલી આ આગમાં 6 લોકોએ જીવ ગુમાવ્યાં. એવું કહેવાય છે કે મૃતકો એક જ પરિવારના છે અને આ આગ શોટ સર્કિટના કારણે લાગી. મૃતકોમાં પરવીન 40 વર્ષ (યૂસુફ અલીની પત્ની), પુત્રી ફાતમા (12 વર્ષ), સાહિમા (10 વર્ષ), રતિયા (8 વર્ષ), અબ્દુલ (8 વર્ષ), અઝીમ ( 8 વર્ષ), અહદ (5 વર્ષ) સામેલ છે. વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....